11
Dec
07

નાનકી નાનકી વેબસાઈટુ

એલા શીકારીના બાપ્પા..!!!!!!!   હું ભોળો.. રેપોટીંગ લઈ આયો

એમા થીયુ એવુ છે ને કે કાલે સવારે અંતાણીભાઈએ એક પોસ્ટ કઈરી હતી ઈમા એણે એમ કીધુ તું કે આ દુનીયાની સવથી નાનકામાં નાનકી વેબસાઈટ છે, ને ઓલા નીલેશભાઈએ એને એમ કીધુકે આ સાઈટ નાનકી નથી ને એમાં થઈ બબાલ.. ને અંતાણીસાઈબે નીવેદન આપ્યું જે આંય લઈને આયો છુ. નજર નાંખો.

“મારી જાણ પ્રમાણે તો આ જ વિશ્વની સૌથી ટચુકડી વેબસાઈટ છે. ફક્ત નેવીગેશન મેનુ જ નહીં પણ આખે આખી વેબસાઈટ ૧૮x૧૮ ટપકાની બનેલી છે. ૧૦૨૪ x ૭૬૮નું બ્રાઉઝરનું પેજ ખુલશે જેમાં વેબસાઈટ ફક્ત ૧૮*૧૮ની જ દેખાશે”

બસ.. પછે તો થઈ રહ્યુ, જેવી આ પોસ્ટ ઓલા કાકાસાઈબને વંચાણી કે એણે પણ નીવેદન ઠોકી દીધું. ઈની પણ હુ કોપી લઈ આયો છું એમાંય ભેગાભેગ નજર મારી લીયો.

“HTML મેનુમાં જશો તો ત્યાં પેહેલી જ લીન્ક EBLOG ની આપેલ છે જેના પર ક્લીક કરવાથી ફરી બ્લોગપેજ દેખાશે જે ૧૮*૧૮ ટપકામાં છે જ્યાં તમને FUTURE ની લીન્ક દેખાશે.. આ લીન્ક પર ક્લીક કરશો તો તમામ પેજ ૧૦૨૭*૭૬૮ ટપકાની વેબસાઈટ ના સ્વરૂપે દેખાશે”

કાકાસાઈબે નીવેદન કઈરૂ એ પણ જબરૂ હતું એણે તો બારીકાઈથી નીરીક્ષણ કઈરૂ ને  અંતાણીભાઈને કીધુ કે આ તારી નાનકી વેબસાઈટમાં ભુલભરેલ દાવાઓ ઠોક્યા છે, ને અંતાણીભાઈ પણ એની તતુડી વગાડવાની ચાલુ રાખી કે ના આજ નાનકી વેબસાઈટ છે. પણ ઓલા કાકાસાઈબે પણ સણસણતા જવાબ ઠોકવાનુ ચાલુ કઈરૂ ને એવી એવી વાતો કીધી કે આંપણે તો એમા બવ ટપ્પા ના પડ્યા, પણ એમાથી ઈ હમજાણુ કે મારો  જબરો હો ભાઈ, નાનકી નાનકી વેબસાઈટુનુ લીસ્ટ ગોતી આઈવો હો !! એનુ લીસ્ટ આંય તમને આલુ છું જરીક જોઈ લેજો.

http://www.guimp.com – 18 x 18 pixels
http://dot16.pixeltemple.com – 16 x 16 pixels
http://www.coolornot.com/ – 15 x 17 pixels


0 Responses to “નાનકી નાનકી વેબસાઈટુ”



  1. Leave a Comment

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s


Follow

Get every new post delivered to your Inbox.